મોડાસા સબ જેલમાં ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો - મોડાસાના તાજા સમાચાર
અરવલ્લી: ગાંધીજીએ જેલને એક પુનર્વસન સંસ્થા તરીકે ગણાવી હતી, ત્યારે આજે એટલે કે શુક્રવારે બાપુના જન્મદિવસ નિમિત્તે જેલના કેદીઓમાં બાપુના આદર્શો અને મુલ્યોનું સિંચન કરવા માટે મોડાસા ખાતે આવેલી સબ જેલમાં MSW કૉલેજના સહયોગથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતા સુપ્રિટેન્ડેન્ટ ચાવડાએ કેદીઓને જેલવાસ દરમિયાન ભૂતકાળ ભૂલી નવા જીવનની શરૂઆત કરવાની સલાહ આપી હતી, જ્યારે એન.એસ.પટેલ લૉ કૉલેજના આચાર્યએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું.