છોટાઉદેપુરમાં સરદાર પટેલ જ્યંતી નિમિતે 'રન ફોર યુનિટી'નો કાર્યક્રમ યોજાયો - A program for 'Run for Unity' was organized by Sardar Patel Jayanti at Chhotaudepur
છોટાઉદેપુર: આઝાદી પછી 562 રજવાડામાં વિખરાયેલા ભારત દેશને એક અને અખંડ રાષ્ટ્ર બનાવવા સરદાર પટેલે આપેલા યોગદાનને બિરદાવવા છોટાઉદેપુરમાં 'રન ફોર યુનિટી' નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વલ, કલેક્ટર કે.એસ.વસાવા, જાસુભાઈ રાઠવા સહિત અનેક મહાનુભવોએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ પ્રથમ પાંચ દોડવીરોને રોકડ ઈનામ આપ્યું હતું.