અરવલ્લીમાં કોરોનાના કેસ વધતા જનજાગૃતી માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ - raise awareness of Corona's case
અરવલ્લી : જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણનો વ્યાપ વધતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં વધુ જાગૃતિ આવે અને જિલ્લાની જનતા લોકડાઉનનો ચુસ્ત અમલ કરે તે માટે અરવલ્લી કલેક્ટર અમૃતેશ ઓરંગાબાદકરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કલેક્ટર અમૃતેશ ઓરંગાબાદકરે કોરોના વાઇરસને લઈને જિલ્લામાં પર્વતી રહેલી પરિસ્થિતિ અંગે પત્રકારોને માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે જિલ્લાની જનતાને લોકડાઉનલોડનો ચુસ્તપણે અમલ કરી કોરોનાના સંક્રમણને અટકાવવામાં તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી. અત્રે નોંધનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૬૮ પહોંચ્યો છે જ્યારે બે દર્દીઓના મોત થયા છે.