મોરબીના રોકડીયા હનુમાન નજીક રેલ્વે ટ્રેકમાં ખાડો પડતા રેલવે તંત્ર થયું દોડતું - morbi news
મોરબી : રોકડીયા હનુમાન મંદિર નજીક રવિવારે સવારના સમયે રેલવે ટ્રેકમાં ખાડો પડ્યો હતો. તેમજ આ ટ્રેક પરથી મોરબી ડેમુ ટ્રેન અને માલગાડી પસાર થતી હોય છે. જેના કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે, ત્યારે ખાડો પડવાની જાણ થતા રાજકોટ રેલ્વે વિભાગના ઇન્જિનીયર કિરીટ પરમાર અને મોરબી રેલવે ટ્રાફિક ઇન્સ્પેક્ટર એલ.પી.યાદવ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, ત્યારબાદ ખાડો બુરવાની કામગીરી હાથ ધરી હતી.