ડીસામાં ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઈ - 150 janm jayanti
બનાસકાંઠાઃ દેશને આઝાદી અપાવવાની સાથે સાથે સ્વચ્છતા અને પર્યાવરણ અંગે મહાત્મા ગાંધીએ લોકોને જાગૃત કરવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. ગાંધીના પર્યાવરણ અને સ્વચ્છતા વિશેના વિચારો અંગે લોકોમાં જાગૃતિ લાવવાના આશયથી ડીસા ખાતે લાયન્સ કલબ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૫૦ ફૂટના કેનવાસ પાર ડીસાની 30 શાળાઓના ચિત્રકળામાં નિપુણ હોય તેવા બાળકોને બોલાવવામાં આવ્યા હતાં. ગાંધી વિચારોને ચિત્રના માધ્યમથી કેનવાસ પર કંડારવામાં આવ્યા હતા. આ બાળકોએ કેનવાસ પર ગાંધીજીના વિચારોને કંડારીને લોકોમાં ગાંધી વિચારો અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લીધા બાદ ડીસાની શાળાના વિધાર્થીઓએ પણ લોકોને ગાંધી વિચારો વિશે સમજણ આપી હતી.