થાઈલેન્ડથી આવેલા વ્યક્તિને કોરોનાની શંકાના આધારે ઓબ્ઝર્વેશનમાં ખસેડાયો - Bharuch news
ભરૂચઃ ઝાડેશ્વર વિસ્તારની એક સોસાયટીમાં રહેતો એક વ્યક્તિ થાઈલેન્ડ પ્રવાસેથી પરત ભરૂચ આવ્યો હતા. કોરોના વાઈરસની સંભિવત અસરના પગલે તેને હોમ ઓબ્ઝર્વેશનમાં રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી હતી. આ વ્યક્તિ તેમના ઘરે ન રહેતા સોસાયટી અને બજારોમાં ફરવા નીકળ્યા હતા. આ બાબતની જાણ સોસાયટીના રહીશોને થતા તેઓએ તેમને સમજાવ્યા હતા. જોકે, તેઓએ નાફરમાની કરતા આખરે સોસાયટીના રહીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ આ સોસાયટીમાં પહોચી હતી અને થાઈલેન્ડથી પરત ફરેલા વ્યક્તિ તેમજ તેમના પરિવારની બે મહિલાઓને ઓબ્ઝર્વેશન માટે ઝઘડિયાના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.