ભરૂચના ધોળગામની સીમમાં દીપડો દેખાયો, વન વિભાગે પૂર્યો પાંજરે
ભરૂચ: જિલ્લાના ધોળગામની સીમમાં દીપડો દેખાયો હતો. જેથી આ અંગે ખેડૂત પ્રવિણસિંહ સુરતીયાએ વન વિભાગને જાણ કરી હતી. જેને લઇને વાલિયા વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરી હતી. જેમાં બુધવારે 2.5 વર્ષનો દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ હાંશકારો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, વાલિયા વન વિભાગ દ્વારા ધોળા ગામ, ચમારીયા, કરા અને ઇટકલા ગામની સરહદ અને ચોટલીયા ગામની સરહદમાં મળી કુલ 7 પાંજરા ગોઠવ્યાં હતાં.