કરજણના કોલિયાદ ખાતે પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો - વડોદરા તાજા સમાચાર
વડોદરાઃ ગુજરાત સરકારના હાલમાં ચાલી રહેલા પોષણ અભિયાન 2020 - 22 અંતર્ગત કરજણના કાેલિયાદ ખાતે પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટ્યથી કરાયો હતો. ત્યારબાદ પોષણ અભિયાન વિશે જિલ્લાના અધિકારીઓએ હાજર માતાઓને પોતાના બાળકોની વિશેષ કાળજી કરી બાળકોને પૌષ્ટિક આહાર આપવા ખાસ અનુરોધ કર્યો હતો. 6 માસ સુધીના બાળકોને અન્નપ્રાશ કરાવવામાં આવ્યું હતું. તેમજ સમયાંતરે સરકાર દ્વારા કરવામાં આવતા રસીકરણ કાર્યક્રમમાં બાળકોને રસી પીવડાવવા પણ ખાસ અનુરોધ કરાયો હતો.