મોરબીના જામસર ગામે હત્યા કરનાર આરોપી પોલીસે ઝડપી પાડ્યો - ગુજરાત પોલીસ
મોરબીઃ વાંકાનેરના જામસર ગામે મકાનની છત પરથી એક અજાણ્યો પુરુષ પડી જતા મોત થયાની જાણ થઇ હતી. આ માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસને આ બનાવ શંકાસ્પદ લાગતા મૃતદેહનું ફોરેન્સિક પૉસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેના આધારે રિપોર્ટમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે તપાસ ચલાવી હતી. તપાસમાં મૃતક જયંતીભાઈ મથુરભાઈ ભુવા આરોપી દશરથ લાલજીભાઈ શિહોરાના ઘરે રાત્રીના કોઈ કારણોસર ગયો હતો. તે સમયે આરોપીએ આવેશમાં આવી શંકા જતા માથામાં લાકડી મારી મોત નીપજાવ્યું હતું. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.