પાટણમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
પાટણ : અચાનક બદલાયેલા હવામાન(Changed weather)ને પગલે પાટણ સહિત સમગ્ર પંથકમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ(Cloudy weather) રહ્યા બાદ કમોસમી વરસાદ(Unseasonal rains) શરૂ થતા શિયાળામાં ચોમાસાની મોસમ બરાબર જામી હોય તેવો માહોલ રચાયો હતો. જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને લઈને જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે(Agriculture Officer Shailesh Patel) જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં 59,131 સેક્ટરમાં રવી પાકોનું વાવેતર થયું છે હાલમાં જીરૂ, ઘઉં, ચણા, રાયડો, અજમાનું વાવેતર ચાલુ છે. ખેતરોમાં કાપણી કરેલા ઘાસની ગુણવત્તા ઉપર વરસાદી અસર થઈ શકે છે.