રાજકોટ: ગોંડલ સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના અંગેની મોકડ્રીલ યોજવામાં આવી - fire incident at gondal civil hospital
ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગના પાછળના ભાગે આગ લાગતાં બે દર્દીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 10 મિનિટમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને લઇને ગોંડલ સિટી પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બનાવને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ આગ શમી જતા અંતે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટનાનો મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.