મહીસાગરમાં 'મોબાઇલ ટુ સ્પૉર્ટ્સ' ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
મહીસાગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી 'મોબાઇલ ટુ સ્પૉર્ટ્સ'ના અભિયાનની નવતર પહેલ કરી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની 'મોબાઇલ ટુ સ્પૉર્ટ્સ' ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18થી 25 વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર 'મોબાઇલ ટુ સ્પૉર્ટ્સ' વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી 7 નવેમ્બર સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ખાતે મોકલવાની રહેશે. જેમાં વિજેતા થનારા સ્પર્ધક રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લઈ શકશે. આ ઉપરાંત પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનારા સ્પર્ધકને ઈનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.