સુરેન્દ્રનગર બાયપાસ હાઈવે પર મંગળવારે મોડી રાત્રે આધેડની હત્યા - હત્યા
સુરેન્દ્રનગરઃ શહેરના રતનપર બાયપાસ હાઇવે પર આધેડનો મૃતદેહ મળતા દોડધામ મચી હતી, જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મંગળવારે મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જો કે આ હુમલો અંગત અદાવતના કારણે કરાયો હોવાનું અનુમાન છે. મૃતક આધેડ જોરાવરનગરમાં રહેતા હતા અને શહેરમાં પ્રોવિઝન સ્ટોર્સ ચલાવતા હતા, તેમનું નામ ભરતભાઇ ચૌહાણ હતું. પોલીસે મૃતદેહનો કબ્જો લઇ પી.એમ માટે ગાંધી હોસ્પિટલ મોકલ્યો હતો. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.