નડિયાદ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો - KHEDA NEWS
ખેડા : નડિયાદ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ કર્યું હતું. જેમાં બે દિવસીય કેમ્પમાં ખેડા અને મહીસાગર જિલ્લાની 23 કોલેજના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ 41 કંપનીઓ દ્વારા 700થી વધુ વિદ્યાર્થીઓને સ્થળ ઉપર ઓફર લેટર આપવામાં આવ્યા હતા.