ગીરસોમનાથમાં NRC અને CAA સમજાવવા માટે ભાજપ કિસાન મોરચા દ્વારા સભા યોજાઇ - citizenship amendment bill
ગીરસોમનાથ: CAA અને NRCના કાયદા વિરુદ્ધ દેશભરમાં અનેક જગ્યાએ આંદોલનો અને ઉગ્ર દેખાવો ચાલી રહ્યા છે, ત્યારે લોકોમાં આ વિશે સમજ આપવા તેમજ આ કાયદાથી કોઈપણ સમાજની નાગરિકતા નહીં છીનવાય તેની ખાતરી આપવા ભાજપ નેતાઓએ અલગ અલગ ગામોમાં સ્થાનિક અગ્રણીઓ સાથે સભાઓ યોજી અને મોદી સરકારને સમર્થનમાં પત્ર લખવા માટે મુહિમ શરૂ કરી છે. આ જ મુદ્દે ગીરસોમનાથના કાજલી માર્કેટિંગયાર્ડ હોલમાં ભાજપ કિસાન મોરચા દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ બાબુભાઈ સેંજલીયા, જૂનાગઢ લોકસભા સાંસદ રાજેશ ચુડાસમા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.