લીંબડી પેટા ચૂંટણી સહિત આવનારી નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર : લીંબડી પેટા ચૂંટણી સહિત આવનારી નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ હતી. વઢવાણ રોડ પર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયા રાઠોડ અને પાલિકાના ચૂંટણી નિરીક્ષક મહેશ રાજપૂતની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. લીંબડી પેટા ચૂંટણી સહિત નગરપાલિકાની ચૂંટણી માટે દરેક સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને સંગઠિત થવા અપીલ કરવામાં આવી હતી.