ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની બેઠક યોજાઇ, વધુ એક આંદોલનની ચીમકી - Gujarat State Primary Education Association
સાબરકાંઠાઃ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શનિવારના રોજ સાબરકાંઠાના દરામલી ગામે રાજ્ય કક્ષાની સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં ગત 8 વર્ષથી એચ.ટાટ થકી આચાર્ય બનેલા શિક્ષકો માટે ચોક્કસ નિયમો ન બનતા બઢતી બદલી તેમજ પગારના મુદ્દે વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ તેમજ 252 તાલુકાઓથી પ્રતિનિધિ સ્વરૂપ મોટાભાગના આચાર્ય તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. આ સાથે સંગઠનના હોદ્દેદારોએ રાજ્ય સરકાર સાથે સંકલનની વાત કરી તમામ પ્રશ્નોના નિરાકરણ આવશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.