ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહિલા સંબંધિત મુદ્દાઓને લઈ વલસાડમાં મહિલા એસોસિએશનની રેલી - A massive rally took place in Valsad

By

Published : Dec 8, 2019, 12:45 AM IST

વલસાડ: અખિલ ભારતીય પ્રગતિશીલ મહિલા એસોસિએશન દ્વારા મહિલાઓના હક અને અધિકાર તેમજ મહિલાઓ સાથે બની રહેલા અનેક ઘટનાઓ માટે અને મહિલાઓની સ્વતંત્રતા કાયમ રહે તે માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વલસાડના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં કપરાડા અને ધરમપુર સહિતના આદિવાસી વિસ્તારની મહિલાઓ પણ જોડાઈ હતી. વર્તમાન સમયમાં બની રહેલા દુષ્કર્મ, કન્યા ભૃણ હત્યા, દહેજ, ઓનર કિલિંગ જેવી ઘટનાઓ મહિલાઓની આઝાદી પર જાણે તરાપ મારી રહી છે, ત્યારે એક નાગરિક તરીકે મહિલાને પણ જીવવાનો અધિકાર છે. આ તમામ બાબતને ધ્યાને રાખી અખિલ ભારતીય પ્રગતિશીલ મહિલા એસોસિએશન દ્વારા વલસાડ શહેરમાં એક જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details