બોટાદમાં 370 કલમ નાબુદી પર અખંડ ભારત અને એકતાનો સંદેશ પહોંચાડવા મશાલ રૅલી યોજાઈ - ભાજપ
બોટાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 370ની કલમ નાબુદ કરાતા તેના સમર્થનમાં મશાલ એકતા રૅલી કાઢવામાં આવી હતી. બોટાદ જિલ્લા ભાજપ દ્વારા શનિવારે એકતા મશાલ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 370ની કલમ નાબૂદ કરાતા અખંડ ભારત બને અને લોકો સુધી એકતાનો સંદેશ પહોંચે તે હેતુસર આ રૅલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ મશાલ રૅલી બોટાદના માર્કેટિંગ યાર્ડથી શરૂ કરી ટાવરચોક સુધી કાઢવામાં આવેલ હતી. આ રૅલીમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તથા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તથા બજરંગ દળના પ્રમુખ તથા બોટાદ શહેરના ભાજપના કાર્યકરો જોડાયા હતા.