પોલીસ હેડક્વાટર ખાતેે શહીદ દિવસ યોજાયો - martyr day was held at the police headquarters
ભરૂચ : ૨૧મી ઓક્ટોબરનાં રોજ સમગ્ર દેશમાં પોલીસ શહીદ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે પોલીસ હેડક્વાટર ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસકર્મીઓ અને અધિકારીઓને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. જેમાં એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને તેઓનું બલિદાન યાદ કર્યું હતું.