રાજકોટઃ ઉપલેટાના ગણોદ ગામ પાસે કૂવામાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો - Upleta Police
રાજકોટઃ ઉપલેટા તાલુકાનાં ગણોદ ગામ પાસે આવેલા ટીંબા ગામની બાજુમાં વાડીનાં કૂવામાંથી ગણોદ ગામના રમણીકભાઈ કોળીનો મૃતદેહ મળી આવતા રાજકોટ જિલ્લા એસ.પી બલરામ મીણા, ઉપલેટા પોલીસ અને જેતપુર એ.એસ.પી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. મળતી વિગત અનુસાર બેથી ત્રણ દિવસ સુધી મૃતદેહ કૂવામાં પડ્યો રહ્યો હોવાનું અનુમાન છે. ત્યારે આ હત્યા છે કે આત્મહત્યા એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
Last Updated : May 15, 2020, 2:14 PM IST