એક પગ ઉપર ઉભા રહી આ માંઈ ભક્ત કરે છે કઠોર આરાધના! - anokhi bhakti
બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના દલવાડા ગામના સુરેશભાઈ ચૌહાણ છેલ્લા 16 વર્ષથી નવરાત્રીના નવ દિવસ સુધી એક પગે ઉભા રહીને કઠોર તપ કરે છે. વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે એક પગે ઉભા રહીને તે માતાજીની ભક્તિમાં લીન થાય છે. સુરેશભાઈ સતત નવ દિવસ સુધી એક પગ પર ઉભા રહી માત્ર દોરડાના સહારે સતત માળા જપે છે. આ દરમિયાન તે એક પગે બધા કામ કરે છે. સુવાનું પણ એક પગે અને જમાવાનું પણ એક પગે ઉભા રહીને. માતાજીની કૃપાથી જ પોતાને આ રીતે ભક્તિ કરવાની શક્તિ મળતી હોવાનું સુરેશભાઈએ જણાવ્યુ હતું.