ગઢડામાં પ્રેમિ યુગલે સજોડે કરી આત્મહત્યા - આત્મહત્યા
ગઢડાઃ ગઢાળી રોડ પાસે આવેલી મધરીયા વિસ્તારના પ્રેમી યુગલે સાથે મળી ઝેરી દવા પિઇને આત્મહત્યા કરી હતી. તેઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગઢડાની રેફલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેના 15 કલાક થઈ ગયા હોવા છતાં બન્ને મૃતદેહ રઝળી રહ્યા છે. પ્રેમી યુગલના પરિવાર જનો હેરાન પરેશાન થઇ રહ્યા છે. પેનલ પોસ્ટમોર્ટમ કરવાનું હોવાથી બીજા ડોકટર આવે ત્યારે થશે. તેમ મેડિકલ ઓફિસર જણાવી રહ્યા છે. હાલ મરનાર પ્રેમી યુગલના પરિવાર જનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા. તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરવાની પરિવાર જનોએ માગ કરી છે. ગઢડા પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.