31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે મીઠાપુર પોલીસે દારૂનું કન્ટેનર ઝડપી પાડ્યું - મીઠાપુર પોલીસના સમાચાર
દેવભૂમી દ્વારકાઃ થોડા દિવસો બાદ 31 ડીસેમ્બર આવવાની છે, ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અન્ય રાજયોમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો વારંવાર આવે છે અને પોલીસ પકડી પાડે છે. સોમવારે વહેલી સવારે મીઠાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે નાગેશ્વર રોડ પર રાજસ્થાન પાર્સિંગનું કન્ટેનર ચેક કરતા કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂના કન્ટેનરમાં 250થી પણ વધુ પેટી હોવાનો અંદાજ છે. પોલીસને આવતી જોઈને કન્ટેનર ડ્રાઇવર ભાગી ગયો હતો પોલીસે તમામ મુદામાલ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે.