સુરતમાં ભારે વરસાદના પગલે કિમ નદી પરનો મોટો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ
સુરત : હવામાન ખાતાની આગાહીને પગલે સુરત જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉમરપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને પગલે કિમ નદી ગાંડીતુર બની હતી. જેમાં માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે કિમ નદી પર આવેલો મોટો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે મોટા બ્રિજ પરથી કિમ નદીનું પાણી પસાર થઈ રહ્યું છે. મોટો બ્રિજ પાણીમાં ગરકાવ થતા મોટા બોરસરા,નાની નારોલી અને મોટી નરોલી ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.