અંબાજીમાં CAAના સમર્થનમાં રેલી યોજાઈ - અંબાજીના તાજા સમાચાર
બનાસકાંઠા: CAAના સમર્થનમાં અંબાજી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CAAના ફાયદા અને લોકોમાં CAA અંગે જાગૃતતા લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. લોકો દ્વારા કાયદાને સમર્થન આપી પોલીસ ઉપર હુમલો કરનારા તત્વો તેમજ જાહેર મિલકતને નુકસાન પહોંચાડનારા લોકો સામે કડક પગલાં ભરવા અંબાજી પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.