મહેસાણા APMCના શાક માર્કેટમાં ભીષણ આગ લાગી
મહેસાણા: APMC ખાતે આવેલા શાક માર્કેટમાં ફ્રૂટ ભરવાના ખાલી પડેલા કેરેટના ઢગલામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જો કે, આગ મામલે મહેસાણા ફાયર વિભાગને જાણ કરતાં નગરપાલિકાની ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. યાર્ડ નજીક પડેલા કચરાનો ઢગલો સળગાવતાં કચરાની જ્વાળાઓએ ફ્રૂટ ભરવાના પ્લાસ્ટિક કેરેટના ઢગલાને ઝપેટમાં લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.