માળીયા-હાટીનામાં કાચું મકાન ધરાશાયી, જાનહાની નહીં - junagadh
જૂનાગઢઃ માળીયા હાટીના તાલુકામાં સતત ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે તાલુકાના જુથળ ગામે પ્લોટ વિસ્તારમાં મોડી રાત્રે એક કાચું મકાન ધરાશયી થયું હતું, પરંતુ મકાન માલિક બહાર હોવાથી સદનસીબે કોઇ જાનહાની થઈ નથી. સરકાર દ્વારા ગરીબોને રહેવા માટે મકાન બનાવી આપે, પરંતુ હજુ પણ ગામડાઓમાં એવા કુટુંબો છે કે, જે આજે પણ કાંતો સહાયથી વંચિત છે અથવા તો સહાયની રાહમાં છે, ત્યારે અમુક ગરીબ પરીવારના કુંટુંબો કાચા મકાનોમાં વસવાટ કરી રહ્યાં છે. સતત વરસાદથી જમીન પોચી હોવાના કારણે કાચા મકાનો ધરાશાયી થાય છે, ત્યારે આજે કાચું મકાન ધરાશાયી થતાં ગરીબ પરિવાર ઉપર આફત તૂટી પડી છે.