સેલવાસમાં રિંગરોડ સહિતના રસ્તાઓની જમીન બાબતે સુનાવણી હાથ ધરાઈ - Sevlas News
સેલવાસ: સંઘપ્રદેશના વિવિધ વિસ્તારો માટે રસ્તાના પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. જેમાં સેલવાસ રિંગરોડની આજુબાજુના વિસ્તારના દાદરા ગામ, સાયલી ગામ, રાખોલી ગામના સ્થાનિકો સાથે સેલવાસ સચિવાલય ખાતે સુનાવણી હાથ ધરી હતી. સેલવાસ RDC અપૂર્વ શર્માની ઉપસ્થિતમાં આયોજિત આ સુનાવણીમાં જે લોકોના જમીન, દુકાન કે ઘર રસ્તાની પહોળાઈમાં આવે છે. તેમને પડતી મુશ્કેલી કે સમસ્યા અંગેની રજુઆત સાંભળી હતી.મિલકત માલિકોએ પોતાની સમસ્યા અંગે રજૂઆત કરતા વધુમાં જણાવ્યું હતું કે સરકારે મધ્યસ્થતાથી અહીંના લોકોને પણ રાહત મળે તેવો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ અને તે અંગે આરડીસીને વિનંતી કરી હતી.