અરવલ્લીની જીવાદોરી સમાન મેશ્વો ડેમ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીનો માહોલ - મેશ્વો ડેમ અરવલ્લી જિલ્લાની જવાદોરી
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન મેશ્વો ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. મેશ્વો ડેમની મુખ્ય સપાટી 214.59 સુધી પહોંચતા વેસ્ટવીયરમાંથી પાણી નીકળવાનું શરૂ થયું હતું. આમ, શામળાજી નજીરનો મેશ્વો ડેમ ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઈ છે.