શિક્ષણ નીતિ અમલમાં આવતા મોરબીની ખાનગી શાળામાં માર્ગદર્શન સેમિનાર યોજાયો
મોરબી : દેશની નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવા માટે સરકાર કામ કરી રહી છે, ત્યારે નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ બેગ, પ્રિ-પ્રાઈમરી ક્લાસિસથી લઈને બોર્ડની પરીક્ષાઓ, રિપોર્ટ કાર્ડ્સ, યુ.જી. એડમિશનની પદ્ધતિઓ, એમફિલ સુધી બધુ બદલાઈ રહ્યું છે. ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળામાં શિક્ષકો નવી શિક્ષણ નીતિમાં શું બદલાયું છે અને તેની વિદ્યાર્થીઓના શિક્ષણ પર કેવી અસર પડશે તે બાબતે 3 દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપનમાં 125થી વધું શિક્ષકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લાભ લીધો હતો.