રાજકોટમાં રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની કરાઈ ભવ્ય ઉજવણી - gujaratpolice
રાજકોટ: 71માં પ્રજાસત્તાક પર્વની રાજકોટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં રાજ્યપાલ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો અને સલામી આપવામાં આવી હતી, ત્યારબાદ ગુજરાત પોલીસ અને અલગ અલગ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતાં. બીજી તરફ અલગ અલગ વીંગના જવાનો અને ગુજરાત પોલીસના જવાનો દ્વારા પરેડ અને બાઇક, તેમજ ઘોડા દ્વારા કરતબો રજુ કરવામાં આવ્યા હતાં. આ તકે પોલીસ જવાનોને મેડલથી બિરદાવવામાં આવ્યા હતાં.