ઇદે મિલાની ભવ્ય ઉજવણી - Jamnagar Muslim Community
જામનગરઃ મોહમ્મદ પયગંબર સાહેબની યાદમાં જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી મુસ્લિમ સમાજ દ્વારા વાજતે ગાજતે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું.ઠેર ઠેર આમ નયાઝ અને સરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.જામનગરમાં દર વર્ષે ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવ્યા બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.અને શાંતિપૂર્ણ રીતે ઝુલુસ નીકળે તે માટે તમામ રાજમાર્ગો પર પોલીસ તૈનાત કરવામાં આવી હતી.