પોરબંદર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ
પોરબંદરઃ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં 24 જેટલા ઠરાવમાંથી ત્રણ ઠરાવ ફેરબદલી અંગે મોકલ્યા હતાં. જ્યારે અન્ય ઠરાવો ઉપસ્થિત તમામ સભ્યો અને પાલિકા પ્રમુખની મંજૂરીથી પસાર કરવામાં આવ્યા હતાં. આ ઠરાવોમાં મુખ્યત્વે યુ.એમ.એલ યોજના હેઠળ ઘર વિહોણા લોકો માટે અલગ અલગ 7 સ્થળો એ શેલટર બનાવવા અંગે અને શહેરના વૉર્ડ 2માં મજૂર કલ્યાણ કેન્દ્ર બનાવવા અંગે નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત પોરબંદર પાલિકાના વિસ્તારમાં વરસાદના કારણે નુકસાન થયેલ રસ્તાઓ, ડામર રોડ, મેટલ રોડ, પેવર બ્લોક રોડ માટે ઠરાવ મંજુર કરાયા છે.