મોરબી: મચ્છુ-2 ડેમનો એક દરવાજો ખોલાયો - મોરબીમાં મચ્છુ-૨ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલવામાં આવ્યો
મોરબી: જિલ્લામાં સારા વરસાદને પગલે મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયેલો છે. હાલમાં નર્મદાની મચ્છુ કેનાલમાં પાણીની આવક શરૂ થતા હાલમાં ડેમમાં પાણીની આવક થતા ડેમનો એક ગેઇટ ત્રણ ઇંચ ખોલવામાં આવ્યો હતો. સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર હાલ ડેમ છલોછલ ભરાયેલો છે. કેનાલ મારફતે દૈનિક 13 mcft પાણીની આવક થઇ રહી છે. જેથી કરીને ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.