ખાનપુરના ભાદર ડેમનો એક ગેટ ખોલી 883 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડાયું
ખાનપુર: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ જે મહીસાગર જિલ્લાનો બીજો મહત્વ પૂર્ણ ડેમ છે. આ ડેમમાં રાજસ્થાન તરફથી પાણીની આવક થતા ભાદર ડેમ 100 ટકા ભરાઈ ગયો છે, તેથી ડેમનો 4 નંબરનો ગેટ 25 સેમી ખોલી 883 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ભાદર ડેમમાં જેટલી પાણીની આવક છે, તેટલુ જ પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ભાદર ડેમમાંથી પાણી છોડવાથી અસર પામી શકે તેવા ખાનપુર તાલુકાના સાત ગામો ખાનપુર, મોટા ખાનપુર, નાના ખાનપુર, આકલીયા, ભાદરોડ, રહેમાન મેણા, ગામોને સાવધાન રહેવા સૂચના અપાઈ છે.