દાંતા તાલુકાના પાન્છા ગામે પાંચ દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું - Pancha village of Danta taluka
બનાસકાંઠા : અંબાજીના કુંભારિયામાં ચાલતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની NSS દ્વારા દાંતા તાલુકાના આદિવાસી વિસ્તાર પાન્છા ગામે પાંચ દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ 28મી શિબિરને અંબાજી મંદિરના વહીવટદાર અને નાયબ કલેકટર એસ.જે ચાવડા તથા પાન્છાના સરપંચે દીપ પ્રગટાવીને ખુલ્લી મૂકી હતી. આ આદિવાસી વિસ્તારમાં 98% જેટલા વનવાસી લોકો વસવાટ કરે છે. જે ખેતી અને છૂટક મજૂરી કરી પોતાના ઘર ચલાવે છે. જેના કારણે શિક્ષણનું પ્રમાણ નિમ્ન રહ્યું છે. આ શિબિરમાં ખાસ કરીને સ્વચ્છતા અભિયાન, કુટુંબનિયોજન, મતદાન જાગ્રૂતિ, અંધશ્રધ્ધા, રોગ નિદાન કેમ્પ ,વ્યસનમુક્તિ જેવા કાર્યો કરવામાં આવશે.