અંકલેશ્વરના પાનોલી નજીક હાઇવે પર વિદેશી દારૂ ભરેલી કાર સળગી - વિદેશી દારુ ભરેલી કારમાં આગ
અંકલેશ્વરઃ પાનોલી નજીક હાઇવે પર વિદેશી દારૂ ભરેલી કારમાં આગ લાગતા દોડધામ મચી હતી. એકાએક લાગેલી આગની ઘટના બાદ કાર ચાલક ફરાર થયો હતો, ત્યારે પોલીસે વિદેશી દારૂ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કારમાં તપાસ હાથ ધરતાં અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. આ કાર કોની છે અને અંદર રહેલા દારૂ કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી હતી.