ગુજરાત

gujarat

ETV Bharat / videos

અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયત કચેરીમાં રહસ્યમય સંજોગોમાં લાગી આગ - ankleshwar news

By

Published : Jul 31, 2020, 5:44 PM IST

અંકલેશ્વર: તાલુકાના પીરામણ ગામે આવેલી ગ્રામ પંચાયત કચેરીમાં ગત મોડી રાત્રીના સમયે એકા એક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર કચેરીમાં આગ ફેલાઈ હતી અને કચેરીમાં રહેલો ગ્રામ પંચાયતનો રેકર્ડ બળીને ખાક થઇ ગયો હતો. આ સમગ્ર બનવાની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં મહત્વના દસ્તાવેજો બળીને ખાક થઇ ગયા હતા, ત્યારે FSLની ટીમ દ્વારા આગ લાગવાના કારણની તપાસ ચાલવામાં આવી રહી છે. કોઈક ઇસમ દ્વારા આગ લગાડવામાં આવી છે કે આકસ્મિક કારણોસર આગ લાગી છે એ અંગેની તપાસ શરુ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details