મોડાસામાં જિલ્લા ન્યાયાલય પાસે CNG કારમાં આગની ઘટના, કાર ચાલકનો આબાદ બચાવ - મોડાસા ફાયર બ્રીગેડ
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં શામળાજી રોડ પર ન્યાયાલય પાસેથી પસાર થઈ રહેલી CNG કારમાં અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી. જોકે કાર ચાલક અને અન્ય વ્યક્તિઓએ સમયસુચકતા વાપરી કારમાંથી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ કારમાં આગે ધીમે-ધીમે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની મોડાસા ફાયર બ્રીગેડને જાણ થતા તાત્કાલિક પહોંચી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવમાં આવ્યો હતો. જોકે કારનો મોટા ભાગનો હિસ્સો બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.