જામનગરમાં વિક્રમ ટાવરમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી, કોઇ જાનહાનિ નહીં - જામનગર ન્યૂઝ
જામનગરઃ શહેરમાં સવારે આઠ વાગ્યે પંડિત નહેરુ માર્ગ પર આવેલા વિક્રમ ટાવરમાં એક રૂમમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં રૂમમાં એક વ્યક્તિ ફસાયો હતો. જે બહાર નીકળી નહીં શકતાં તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં તેને 108દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.