સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલમાં આગના બનાવથી દોડધામ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આવેલી ગાંધી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી હતી. ગાંધી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરના ઇલેક્ટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું પ્રથમિક તપાસમાં સામે આવ્યું છે. લાખોના ખર્ચે કોવિડ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે આગ લાગતા હોસ્પિટલમાં સતર્ક રહેલા કર્મચારીઓના કારણે જાનહાનિ થઈ ન હતી. આ આગને કારણે કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જ હોસ્પિટલમાં ઉપલબ્ધ અગ્નિશામક સાધનોથી આગને બુઝાવી દેવામાં આવી હતી.