અંકલેશ્વર નજીક બાયો ડીઝલના પંપ પર આગ લાગી, કોઈ જાનહાની નહીં - અંકલેશ્વરના તાજા સમાચાર
ભરૂચ: અંકલેશ્વર નજીક હાઈવે પર મુલદ ચોકડી પાસે આવેલા બાયો ડીઝલના પંપ પર આગ લાગતાં દોડધામ મચી હતી. આગ લાગવાનું કારણ હજૂ અકબંધ છે. બનાવની જાણ થતાં અંકલેશ્વર ડી.પી.એમ.સીના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ નથી.