જામનગરમાં પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - jamnagar sevasetu news
જામનગર: ટાઉનહોલ ખાતે શુક્રવારે વૉર્ડ નંબર 11 થી 16ના અરજદારો માટે પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં આધાર કાર્ડથી લઈને જન્મ મરણના દાખલા સુધીના સ્ટોલ રાખવામાં આવ્યા હતાં. જો કે, બાળકો માટેના આધાર કાર્ડ માટે લાંબી લાઈનો લાગી હતી. લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે, સ્થાનિક કોર્પોરેટરો કોઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નથી. જેના કારણે લોકોના વ્યવસ્થિત કામ થઈ શક્યું નથી. અત્યાર સુધી નાના બાળકો માટેના આધારકાર્ડ આંગણવાડીમાં કાઢવામાં આવતા હતા. જો કે, આ વખતેથી સેવા સેતુ કાર્યક્રમમાં બાળકોના આધાર કાર્ડ માટે મહિલાઓ પોતાના બાળકોને લઇ લાંબી લાઇનમાં ઊભી હતી. કોંગ્રેસના કોર્પોરેટરે સેવાસેતુ કાર્યક્રમની વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા હતા.