સેલવાસના રખોલીમાં આવેલી મિલ્ટન કંપનીમાં લાગી ભીષણ આગ - Milton Company
દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં રાખોલીમાં આવેલી મિલ્ટન કંપનીમાં રાત્રીના સમયે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગની ઘટના કઈ રીતે બની તે અંગે હજૂ વિગતો મળી નથી. હાલ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવી રહ્યા છે. આ જ કંપનીમાં આ પહેલા પણ વિકરાળ આગ લાગી હતી. જે બાદ ફરી આગની ઘટના બનતા લોકોમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.