વડોદરાના કાલાઘોડા પાસે ચાલુ બાઈકમાં ભીષણ આગ - વડોદરા
વડોદરા : શહેરના છાણી વિસ્તારમાંથી યુવાન પોતાની નોકરી પરથી છૂટીને બાઈક પર પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો. તે દરમિયાન સયાજીગંજ કાલાઘોડા કમાઠીબાગ પાસે બાઈકમાંથી ધુમાડા નીકળતા યુવકે બાઈક ઉભી રાખી હતી અને જોત જોતામાં બાઇકમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આ બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, આગની લપેટમાં બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીને યુવાનને કોઈ જાનહાની થઈ ન હતી.