નર્મદા જીલ્લાની ધારીખેડા સુગર ફેક્ટરી દ્વારા ખેડૂત શિબિરનું આયોજન - કૃષિ બિલનું ખેડૂતોને માર્ગદર્શન
નર્મદા :જિલ્લાની ધારીખેડા સુગર ફેક્ટરી દ્વારા રવિવારના રોજ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ મનસુખ વસાવા, સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સંસદના બન્ને ગૃહોમાં પસાર કરવામાં આવેલા કૃષિ બિલનું ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પણ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કૃષિ બિલનો કોંગ્રેસ સહિતના વિપક્ષો વિરોધ કરી રહ્યા છે. ત્યારે લોકોને આ કાયદાની સાચી માહિતી મળે એ હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, વિપક્ષ દ્વારા રાજકીય રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.