પોરબંદરના ઠોયાણા ગામે પુલ પરથી પગ લપસતા ખેડૂત પાણીમાં તણાયો, ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ - farmer slipped on the bridge
પોરબંદરઃ જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામ પાસે ખેતરમાંથી પરત ફરતી વેળાએ બપોરના સમયે એક ખેડૂત પુલ પરથી પસાર થઇ રહ્યો છે, ત્યારે તેનો પગ લપસતાં પાણીમાં ગરક થઇ ગયો હતો અને તણાયો હતો. ત્યારબાદ ગામલોકોને જાણ થતા લોકોએ તેની શોધખોળ કરી હતી. પરંતુ ખેડૂત ન મળતા લોકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી અને ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હજુ સુધી આ ખેડૂતની શોધખોળ ચાલી રહી છે. ત્યારે વધુ પાણી વાળા વિસ્તારમાં લોકોને ખાસ કાળજી રાખવા અને ન જવા તથા જોખમ ન ખેડવાની સૂચના તંત્ર દ્વારા પણ આપવામાં આવી છે.