રવિયાણા ગામના ખેડૂતોના નામે બોગસ લોન લેવાઈ, ન્યાય માટે ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
પાટણઃ સરસ્વતી તાલુકાના રવિયાણા ગામના ખેડૂત રમુજી કુંવરજી ઠાકોરની માલિકીની જમીન ખાતા નંબર 206મા ગામની રવિયાણા સહકારી મંડળીના મંત્રી વનરાજજી પ્રધાનજી ઠાકોરે દસ વર્ષ અગાઉ ખેડૂતની જાણ બહાર રૂપિયા 76 હજારની લોન લીધી હોવાના આક્ષેપો ખેડૂત દ્વારા કરવામાં આવ્યા છે. આ બાબતે ખેડૂતે અગાઉ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી. જેની તપાસ વાગડોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ તપાસની કામગીરી ગોકળગતિએ ચાલતી હોઈ તેમજ તેમાં ભીનું સંકેલાઇ ન જાય તે માટે ભોગ બનનાર ખેડૂતે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી નાયબ કલેકટરને લેખીતમાં આવેદનપત્ર આપી ન્યાય માટેની માંગ કરી હતી. સરસ્વતી તાલુકાના રવિયાણા ગામમાં ખેડૂત ના નામ ઉપર ખોટી લોન લીધી હોવા મામલે ગામમાં ખળભળાટ મચી ગયો છે.