બિલિયાળા નજીક તણાયેલ આધેડનો મૃતદેહ 17 કલાક બાદ મળ્યો - બિલિયાળા
ગોંડલ: બિલીયાળા નજીકના કષ્ટભંજન હનુમાનજી મંદિરના પાછળના ભાગે આવેલ વોંકળાનું પાણી જોવા ગયેલા ભરતભાઈ ઠુંમર ઉ.વ.50 નામના આધેડ પાણીમાં તણાઇ ગયા હતાં. ગોંડલ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે આધેડ પાણીમાં તણાયાની ઘટના બનતાં ગોંડલ નગરપાલિકા, ફાયરબ્રિગેડ, મામલતદાર સહિતના લોકો ઘટના સ્થળે દોડી જઇને પાણીમાં તણાયેલા આધેડની શોધખોળ હાથ ધરી હતી. પાણીમાં તણાયાના 17 કલાક બાદ આધેડનો મૃતદેહ શોધીને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડેલ છે.